Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇફેક્ટ : વડોદરમાં પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવર-જવર કરતાં વાહનોને 1મે થી 30 ઓક્ટોબર સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇફેક્ટ : વડોદરમાં પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવર-જવર કરતાં વાહનોને 1મે થી 30 ઓક્ટોબર સુધી  ડાયવર્ઝન આપવામાં આવ્યું 1 - image


Vadodara : મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને C-5 પેકેજ સિવિલ વર્કની કામગીરી ચાલી રહ્યો હોય વડોદરા રેલ્વે સ્ટેશનથી પંડ્યા બ્રિજ તરફ રેલવે અન્ડરબ્રીજ (પ્રિયલક્ષ્મી ગરનાળા) ની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત તથા વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. 

વડોદરા શહેરમાં L&T દ્વારા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતાં વચ્ચે આવેલ રેલવે અંડર બ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા)ની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોય જેથી રેલવે અંડર બ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા) માંથી અવર-જવર કરતાં વાહનોને 1 મે થી 30 ઓક્ટોબર સુધી ટ્રાફિકનું વર્ઝન આપવામાં આવ્યું છે. આ કામગીરી દરમ્યાન શહેરી જનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ નરસિમ્હા કોમાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક મેથી 31 ઓક્ટોબર સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાહેરનામું અમલમાં રહેશે. જેમાં એક મેથી 31 ઓક્ટોબર સુધી વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મીલ રેલ્વે અંડર બ્રિજ થઇ, અટલ બ્રિજ તરફ, અટલ બ્રિજથી પંડયા બ્રિજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઇ, સ્ટેશન તરફ જતાં વાહનો પ્રતિબંધ ફરમાવા આવ્યો છે. ઉપરાંત

 રેલ્વે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઇ પોલીટેકનીક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઇ, પંડ્યા બ્રિજ ઉપર થઇ,અટલ બ્રિજ થઇ જે તરફ જઇ શકાશે, અટલ બ્રિજથી પંડયા બ્રિજ થઇ તેમજ અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઇ, રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે.

Tags :