Gujarat

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી

By GS Team
14 Aug 20251 min read
This article was originally published on 14 Aug 2025
અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી

 વડોદરાઃ કારેલીબાગના અમિત નગર સર્કલ ખાતે મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો બંધ કરાયા બાદ ફરીથી વાહનોનો ખડકલો જામવા માંડયો છે.

અમિત નગર બસસ્ટેન્ડથી ઉપડેલી કારનો આણંદ નજીક અકસ્માત થતાં ૧૦ના મોત થયા હતા.જેથી થોડા સમય માટે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનોને બંધ કરી દેવાયા હતા.

પરંતુ હવે ફરી ખાનગી વાહનોનો જમાવડો થઇ રહ્યો છે.મુસાફરોનું કહેવું છે કે,અમિત નગર ખાતે બસસ્ટેન્ડ ફાળવવામાં આવ્યું હોવા છતાં તહેવારોને દિવસે બસ ઉભી રહેતી નથી અને ઉભી રહે તો તે ઘણી દૂર ઉભી રહે છે.જેથી મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનો શોધવાની ફરજ પડતી હોય છે.