સેવાસદન સામે રોડની બંને સાઇડ ખાનગી વાહનોનો અંડિંગો - ટ્રાફિકની સમસ્યા
ધોળકા
પોલીસની નિષ્ક્રિયતાને પગલે
રોડ
પર ખડકાયેલા કેબિનોના કારણે રાહદારીઓ અને
વાહન ચાલકોને હાલાકી ઃ દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવા માંગ
ધોળકા
- ધોળકા તાલુકા સેવાસદન સામેના જાહેર માર્ગ ઉપર બંને સાઇડ ખાનગી વાહનોનો અંડિંગો
જમાવી દેતા રાહદારીઓ સહિત અન્ય વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. રોડ પર
ખડકાયેલા કેબિનોના કારણે ટ્રાફિકની સમસ્યા કામયી બની છે. પોલીસ સહિતના જવાબદાર
તંત્ર રોડ પરના દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ધોળકા
તાલુકા સેવા સદનની સામેના મુખ્ય જાહેર માર્ગ ઉપર બંને સાઇડમાં કાયમી ધોરણે ખાનહી
વાહનોનો અડિંગો જામેલો જ હોય છે. એટલું જ નહીં તાલુકા સેવા સદનની અંદર પણ પાર્કિંગ
વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વાહનો ખડકાયેલા હોય છે. આમ શહેરનું તાલુકા સદન
બિલ્ડિંગ વાહનોથી સતત ઘેરાયેલું રહે છે. આજ માર્ગ ઉપરથી તાલુકા સેવા સદન પાછળ
આવેલા અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) ધોળકા ડિવિઝનની નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા ધોળકા
ટાઉન પોલીસ મથક આવેલું છે. આ માર્ગ ઉપર કેબીનોવાળાના દબાણ પણ મોટા પ્રમાણમાં છે. આ
કેબિનોની આગળ પણ ખાનગી વાહનોનો ખડકલો પણ રહેતો હોવાથી રાહદારીઓ અને અન્ય વાહન
ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ધોળકા
તાલુકા સેવા સદન તથા ધોળકા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકાના ૭૨ જેટલાં ગામ અને
શહેરમાંથી લોકો વિવિધ કામ અર્થે આવતા હોય છે. ત્યારે આ મુખ્ય માર્ગો ઉપર ખાનગી
વાહનો અડિંગોથી લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. જો આ મુખ્ય માર્ગ ઉપર ડિવાઇડર
હોત તો શું થાય તેનો તાગ ઉપરોક્ત તસવીર પરથી લગાવી શકાય તેમ છે. આથી ધોળકા નાયબ
પોલીસ અધિક્ષક, ટાઉન પી.આઇ., ધોળકા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ધોળકા મામલતદાર, ટ્રાફિક પોલીસ સેવા સદન પાસેની ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તેવી જરૃરી
કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.