Get The App

ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને જીકાસ પોર્ટલમાં સામેલ કરવા માગ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને જીકાસ પોર્ટલમાં સામેલ કરવા માગ 1 - image

વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ધો.૧૨ પછી સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ ડિગ્રી કોર્સમાં પ્રવેશની કાર્યવાહી કરવા માટે જીકાસ પોર્ટલ ગત વર્ષે લોન્ચ કર્યું હતું.આ વર્ષે પણ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની કાર્યવાહી આ પોર્ટલ થકી થઈ રહી છે પરંતુ આ કાર્યવાહીની સામે હવે વિરોધના સૂર વધારે ઉગ્ર બની રહ્યો છે.

જીકાસ પોર્ટલ થકી થઈ રહેલી પ્રવેશ કાર્યવાહી ધીમી છે તેમજ સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હજી પણ ઘણી બેઠકો ખાલી છે.બીજી તરફ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલમાં સામેલ  કરવામાં આવી નથી.જેના કારણે આ યુનિવર્સિટીઓ મન ફાવે તે રીતે પ્રવેશ કાર્યવાહી કરી રહી છે.આ સંજોગોમાં વિદ્યાર્થીઓ કંટાળીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ રહ્યા છે.આમ ખાનગી યુનિવર્સિટીઓ કમાણી કરી રહી છે તો સરકારી યુનિવર્સિટીઓની બેઠકો ખાલી પડી રહી છે.

જેને પગલે હવે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ જીકાસ પોર્ટલમાં સમાવવા માટે માંગ ઉઠી છે.આજે એબીવીપી દ્વારા આ મુદ્દે ફતેગંજથી એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી એક રેલી કાઢવામાં આવી હતી અને હેડ ઓફિસ ખાતે સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.એબીવીપીએ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નવેસરથી પ્રવેશ કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત  કરી હતી.

Tags :