દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની સારવાર માટે તહેવારોમાં સતત કાર્યરત રહશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીનો તહેવાર શરૂ થયો છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલ-ક્લીનીકમાં દિવાળીની રજાઓ રહેશે. પરંતુ સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ આ દિવસોમાં સુરતીઓના સ્વાસ્થ્યની જાળવણી તથા ઈમરજન્સીના કેસમાં સુરતીઓને ત્વરિત સારવાર મળે તે માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલ, 50 બેડની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે. આ ઉપરાંત આ દિવસોમાં દર્દી કે તેમના સગાને મુશ્કેલી ન પડે તે માટે એક ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
આજથી દિવાળીનો પર્વ શરૂ થયો છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલ કે મોટા ક્લિનિકમાં મુખ્ય તબીબો વેકેશનમાં જતા હોવાથી અનેક ક્લીનીક કે ખાનગી હોસ્પિટલ બંધ જેવી રહેશે. આ તહેવારના દિવસોમાં સુરતમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલી પડે તો તેમને ત્વરિત સારવાર મળે તે માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલ- 50 બેડની હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્રમાં વધારાના સ્ટાફ સાથે ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
પાલિકાની સભા માં માહિતી આપતા હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહીરે જણાવ્યું હતું કે, આ દિવસોમાં સુરતીઓને આરોગ્ય લક્ષી સમસ્યા આવે તો ત્વરિત સારવાર મળે તથા ઈમરજન્સી માટેની વ્યવસ્થા થાય તે માટે ઈમરજન્સી નંબર 9727740930 જાહેર કરવામા આવ્યો છે તેના કારણે સુરતીઓને સરળતા રહેશે.








