Get The App

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો 1 - image


Vadodara : આણંદ જિલ્લામાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે 20 વર્ષની સજા ફટકારતા પેરોલ પર છૂટી ભાગી છુટેલા કેદીને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. 

આણંદના પાળજ ગામે રહેતા રાજુ ઉર્ફે સાકલો ઉર્ફે પુતરાજ જશભાઈ પરમાર રિક્ષામાં આવતી એક સગીરાના પરિચયમાં આવ્યા બાદ ઓક્ટોબર 2017માં તેનું અપહરણ કર્યું હતું અને તારાપુર નજીક રિક્ષા મૂકી બાઈક ઉપર ભગાડી ગયો હતો. 

ત્યારબાદ તેને ઝાડી તેમજ અન્ય જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો અને પીડીતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પીડીતાના પરિવારે આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને 20 વર્ષની જેલ અને 60000 નો દંડ ફટકાર્યો હતો. 

સજા દરમિયાન ગઈતા 22-3-25 ના રોજ 14 દિવસની પેરોલ પર છૂટેલો રાજુ નિયત તારીખે હાજર નહીં થતા જેલ સત્તાધીશો એ વડોદરા પોલીસને જાણ કરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા રાજુના ગામે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો.

Tags :