જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું
Jamnagar Jail : જામનગરની જિલ્લા જેલમાં પણ પ્રતિ વર્ષ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે, અને જેલના કેદી ભાઈઓ કે જેઓ પોતાના બહેનો પાસેથી રાખડી બંધાવી શકે, તેવી જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.
તે પરંપરા આજે પણ નિભાવાઈ હતી, અને જેલના બંદીવાન કેદી ભાઈઓના બહેનો વગેરેને ઉપસ્થિત રખાવાયા હતા. જેલ પરિસરમાં કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે જેલના બંદીવાન ભાઈઓને માટે ખાસ પૂજાના ટેબલ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને પ્રત્યેકના બહેનોને જેલ પરિસરમાં બોલાવાયા હતા. જેઓએ પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ વેળાએ સમગ્ર જેલ પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.