Get The App

સુરતના મોટા વરાછાની ટીપી સ્કીમ નંબર 94નો પ્રાથમિક નકશો જાહેર , પહેલી વાર તમામ બ્લોક નંબરવાળી જમીનમાં એક સરખી 40 ટકા કપાત મળશે

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
સુરતના મોટા વરાછાની ટીપી સ્કીમ નંબર 94નો પ્રાથમિક નકશો જાહેર , પહેલી વાર તમામ બ્લોક નંબરવાળી જમીનમાં એક સરખી 40 ટકા કપાત મળશે 1 - image


Surat Corporation : સુરત શહેરના વિકાસમાં ટીપી સ્કીમનો ફાળો મહત્વનો રહેલો છે અને પાલિકા દ્વારા હાલમાં જ ટી.પી સ્કીમ નંબર 94 નો પ્રાથમિક નકશો ગઈકાલે જાહેર કરવામાં આવ્યો છે. આ નકશાની જાહેરાત સાથે પાલિકાએ આ વિસ્તારમાં જગ્યા ધરાવતા માલિકો સાથે બેઠક પણ શરૂ કરી દીધી છે અને આગામી દિવસમાં વાંધા સૂચનો પણ મંગાવવામાં આવશે. પાલિકાએ આ ટીપી સ્કીમ નંબર 94 નો નકશો જાહેર કર્યો હતો. જેમાં પહેલી વખત એવું આયોજન કરાયું છે કે, તમામ બ્લોક નંબર વાળી જમીનમાં એક સરખી 40 ટકા કપાત સુરત પાલિકાને મળશે. 

સુરત પાલિકા દ્વારા 119.51 હેક્ટર વિસ્તાર માટે ટીપી સ્કીમ નંબર 94 (મોટા વરાછા)નો પ્રાથમિક નકશો ગઈકાલે જાહેર કર્યો હતો. સુરત પાલિકાએ ગઈકાલે નકશો જાહેર કરવા સાથે આ ટીપી સ્કીમમાં જેમની જગ્યા હોય કે હિત ધરાવતા હોય તેવા માલિકો સાથે પાલિકાની મુખ્ય કચેરીએએક બેઠકનું આયોજન કર્યું હતું. ટીપી સ્કીમ નંબર 94 ના વિસ્તારમાં આંતરિક રોડ કનેકટીવીટી ઉપરાંત આઉટર રીંગરોડïને જાડતા સીધા કનેક્શન રોડ પણ મળી જશે. 

આ ટીપી સ્કીમનો વિસ્તાર સુરતના સૌથી ઝડપી વિકાસ પામતા મોટા વરાછાનો છે. આ ટીપી સ્કીમ મારફતે સુરત પાલિકાને 2.23 લાખ ચો.મી.. વિસ્તારમાં રસ્તા સાથે સાથે 3.10 લાખ ચો.મી. જગ્યા વિવિધ હેતુ માટે પાલિકાને મળશે. સુરત પાલિકાએ આ ટીપી સ્કીમના આયોજન માટે કપાતના એક સરખા 40 ટકાના ક્રાઈટેરિયા રાખ્યા છે. આ મુજબ કામગીરી સફળ થશે તો આ ટીપી સ્કીમ નંબર 94 સુરત પાલિકાની પહેલી એવી ટીપી સ્કીમ બનશે. જેમાં તમામ બ્લોક નંબરમાં 40 ટકા એક સરખી કપાત પાલિકાને મળશે. 

આ ટીપી સ્કીમમાં 45 મીટર, 36 મીટર, 30 મીટર, 18 મીટર અને 12 મીટર પહોળાઇના સુચવવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય ટીપી સ્કીમ સાથે લિંક રસ્તા પણ જાહેર કરવામા આવ્યા છે. આ ટીપી સ્કીમમાં 3.10 લાખ ચો.મી જગ્યા મળશે તેમાં પાણી, ડ્રેનેજ, ગાર્ડન, શાળા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, પાકિગ, વેજીટેબલ માર્કેટ સહિતની પાકિગ સુવિધાના નેટવર્ક,પ્રોજેકટ માટે જગ્યા પણ પાલિકાને મળશે. ગઈકાલે ટીપી સ્કીમ માટેના નકશા જાહેર થયા અને માલિક સાથે બેઠક બાદ હવે આગામી દિવસોમાં વાંધા સૂચનો મંગાવવામાં આવશે. 

Tags :