Gujarat

ભાવ. જિલ્લામાં 128.24 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય

By GS TEAM
20 Oct 20251 min read
ભાવ. જિલ્લામાં 128.24 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય

- સિહોર અને મહુવામાં હાઈએસ્ટ 1100 મિ.મી.થી વધુ વરસાદ પડયો

- ભાવનગરમાં 15 મિ.મી. અને જેસરમાં 100 ટકા વરસાદમાં 13 મિ.મી.ની ઘટ રહી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા વર્ષે મેઘરાજાની અનરાધાર મહેર રહેતા સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે ૧૨૮.૨૪ ટકા વરસાદ સાથે ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે.

આ વર્ષે ચોમાસાના પ્રારંભ અને ત્યારબાદ અંતિમ તબક્કામાં શ્રીકાર વર્ષા થઈ હોવાથી જિલ્લાના આઠ તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સિહોર અને મહુવા તાલુકામાં હાઈએસ્ટ ૧૧૦૦ મિ.મી.થી વધુ પાણી વરસ્યું હતું. ભાવનગર અને જેસર પંથક આ વર્ષે સિઝનના ૧૦૦ ટકા વરસાદથી છેટું રહ્યું હતું. ભાવનગરમાં ૧૫ મિ.મી. અને જેસરમાં ૧૩ મિ.મી.ની ઘટી રહી છે. ચાલુ વર્ષે સર્વત્ર વરસાદ સારો રહેતા પીવા અને પિયતના પાણીની સમસ્યા નહીં રહે તેવી ગોહિલવાડવાસીઓને આશા છે.

ચાલુ વર્ષે તાલુકા પ્રમાણે વરસેલો વરસાદ

તાલુકો

મિ.મી.

ટકા

ભાવનગર

૭૪૭

૯૮.૦૦

ગારિયાધાર

૬૩૪

૧૩૮.૪૩

ઘોઘા

૬૪૬

૧૦૨.૫૪

જેસર

૬૩૬

૯૮.૦૦

મહુવા

૧૧૫૬

૧૬૮.૦૨

પાલિતાણા

૭૧૮

૧૧૮.૦૯

સિહોર

૧૧૨૭

૧૭૪.૭૩

તળાજા

૫૭૬

૧૦૧.૨૩

ઉમરાળા

૯૨૨

૧૫૦.૧૬

વલ્લભીપુર

૮૮૯

૧૩૫.૭૩

5 વર્ષમાં વરસેલો વરસાદ

વર્ષ

મિ.મી.

ટકા

૨૦૨૧

૬૪૯

૧૦૮.૧૨

૨૦૨૨

૫૭૯

૯૪.૭૫

૨૦૨૩

૭૨૮

૧૧૮.૦૪

૨૦૨૪

૮૩૦.૪

૧૩૩.૧૮

2025

806.10

128.24