આણંદના ગુજરાતી ચોક વિસ્તારના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાયા

ખાટકીવાડથી ગુજરાતી ચોક સુધીના કાચા- પાકા દબાણો હટાવાતા રસ્તો ખૂલ્લો કરાયો
આણંદ: કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદના ગુજરાતી ચોકમાં નોનવેજની આઠ દુકાનો સીલ કર્યા બાદ આજે રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આણંદ શહેરના ખાટકીવાડથી ગુજરાતી ચોક સુધી વોક વે પર કાચા પાકા પથ્થર મૂકી નેટ બાંધીને અડચણરૂપ થાય તે રીતે નાના- મોટા કાચા પાકા દબાણો મનપાની ટીમે દૂર કર્યા હતા અને રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો હતો.લારી, ગલ્લા સહિત એક ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર માર્ગ પર અડચણરૂપ ન થાય તે રીતે સામાન મૂકીને વ્યાપાર ધંધા ન કરવા મનપાએ તાકીદ કરી છે.

