Gujarat
મહુધામાં 50 લાખના રોડ પ્રોજેક્ટ માટે દબાણો હટાવાયા
By GS TEAM
9 Jul 20251 min read

- નોટિસનો સમય પૂર્ણ થતા પાલિકા દ્વારા
- દબાણોના લીધે દોઢ મહિનાથી રોડની કામગીરી શરૂ થઈ નહીં શકતા કાર્યવાહી
નડિયાદ : મહુધા પાલિકા વિસ્તારમાં ૫૦ લાખ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા રોડનું કામ દબાણોના કારણો દોઢ મહિનાથી વિલંબમાં પડયું હતું. ત્યારે આજે પાલિકાએ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
નગરપાલિકા દ્વારા રોડ નોટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માર્ગને વધુ સુગમ બનાવવાનો છે, પરંતુ રોડ પરના દબાણોને કારણે કામગીરી શરૂ થઈ શકી ન હતી. દબાણ હટાવતા પહેલા નગરપાલિકા દ્વારા લારી-ગલ્લાવાળા સહિત અન્ય દબાણકર્તાઓને નોટિસો પાઠવીને જાણ કરવામાં આવી હતી. નોટિસ અવધિ પૂર્ણ થયા બાદ આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે રોડ નોટિફિકેશનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આનાથી સ્થાનિક નાગરિકોને સુવિધા મળશે અને શહેરના વિકાસ કાર્યોને ગતિ મળશે. આ અંગે મહુધાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઉબલા સુમેસરાએ પણ સ્થળ પર હાજર રહી અને તમામ દબાણ હટાવવાની કામગીરી કરાવી હતી.









