વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત
Vadodara : હાલમાં સૌની દશા સુધારતી મા દશામાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે પૂર્ણાહુતિ પ્રસંગે માતાજીની મૂર્તિના વિસર્જન અંગે માંજલપુર ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ અંગે ગત વર્ષ કરતાં વધુ સતર્કતા દાખવવા બાબતે મહિલા કાર્યકરે સહિત અસંખ્ય માઇ ભક્તો સાથે વડોદરા મહાનગર સેવા સદન તંત્ર સમર્થ આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં સામાજિક કાર્યકર કુમકુમ મજમુદાર, એડવોકેટ ભાવિન વ્યાસે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દશામાના તહેવારની પુર્ણાહુતિ નિમિત્તે માતાજીની મૂર્તિ વિસર્જન માંજલપુર તળાવમાં કરવા અંગે ગત વર્ષે માઈ ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા દુભાયા હતા. હતી. માંજલપુર ખાતેના કૃત્રિમ તળાવ કિનારે ગયા વર્ષે ખૂબ જ તકલીફ પડી હતી અને માઈ ભક્તો મૂર્તિ વિસર્જન વખતે રડી પડ્યા હતા. તળાવ ખાતેનું આયોજન તદ્દન ખરાબ હતું. જરૂરી વ્યવસ્થાનો અભાવ હતો. તે અંગે રજૂઆત સહિત આ વર્ષે વધુ સુચારું આયોજન થાય એ બાબતે કોન્ટ્રાક્ટરને યોગ્ય સૂચના મળે તે અંગેની તમામ વ્યવસ્થા કરવા મહિલા કાર્યકર સહિત અન્યોએ તંત્રને આવેદનપત્ર આપતી વખતે જણાવ્યું હતું.