Get The App

લખતર મોક્ષધામમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને તાંત્રિક વિધિ મામલે રજૂઆત

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
લખતર મોક્ષધામમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને તાંત્રિક વિધિ મામલે રજૂઆત 1 - image

- અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ

- બે વર્ષથી મોક્ષધામમાં ચોરીઓ, તોડફોડ : ગેટની બહાર રાતે તાંત્રિક વિધિ કરી અંધશ્રદ્ધા ફેલાવાતા આક્રોશ

સુરેન્દ્રનગર : લખતર પાટડી દરવાજા બહાર આવેલ હિન્દુ જ્ઞાાતિનું મોક્ષધામ આવેલ છે જે મોક્ષધામને છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી સ્મશાન સુધારણા સમિતિના સભ્યો દ્વારા સુવિધાવાળું મોક્ષધામ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લખતર મોક્ષધામની અંદર છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી અનેક વખત નાની મોટી ચોરીઓ તેમજ તોડફોડ કરીને અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારા સાથે મોક્ષધામની અંદર તેમજ ગેટની બહાર રાત્રી દરમ્યાન તાંત્રિક વિધિઓ કરીને અંધ શ્રધ્ધા ફેલાવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.જે અંગે અનેક વખત તંત્રને રજુઆત કરવા પ્રશ્નનો હલ નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.

લખતર શહેરના મોક્ષધામની અંદર લખતર શહેરના હિન્દુ સમાજના વિવિધ જ્ઞાાતિના પ્રમુખો અને આગેવાનો, સામાજિક હોદેદારો, વેપારીઓ, સિનિયર સીટીઝનો સહિત ગ્રામજનોની બેઠકનું આયોજન કરીને લખતર મોક્ષધામની અંદર વારંવાર થતી અસામાજિક પ્રવૃત્તિઓ, ચોરી, તોડફોડ તેમજ મોક્ષધામની અંદર તેમજ ગેટની બહાર રાત્રી દરમ્યાન કરવામાં આવતી તાંત્રિક વિધિઓ કરીને અંધ શ્રધ્ધાનો વિષય ફેલાવીની કામગીરીને ડામવા માટે જરૂરી ચર્ચા વિચારણા કરીને જીલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓને જાણ  કરવાનું નક્કી કરવામાં આવેલ હતુ.જે બેઠક દરમ્યાન મોક્ષધામની અંદર વારંવાર થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને તાંત્રિક વિધિઓને બંધ કરવા માટે જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડા, મામલતદાર, ટીડીઓ, પીઆઇ સહિત લાગતા વળગતા અધિકારીને ગ્રામ પંચાયત લખતર, પાંજળાપોળ સંસ્થા લખતર તેમજ સ્મશાન સુધારણા સમિતિના આગેવાનો અને હોદેદારો અને જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજુઆત કરીને લખતર મોક્ષધામની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય પગલાં ભરીને કાયદાનું ભાન કરવાની માંગ સાથે તેમજ તાંત્રિક વિધિઓ બંધ કરાવીને દુષણને ડામવામાં આવે તેવી લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે.