Gujarat
કોરોનામાં બધ કરેલ કઠાણા - બોરસદ - વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત
By GS TEAM
28 Jul 20251 min read

ગંભીરા બ્રિજ ધરાસાયી થતા અસંખ્ય લોકોને રોજગાર તથા શિક્ષણ માટે વડોદરા જવા હાડમારી વેઠવાનો વખત આવતા આણંદના સાંસદે કઠાણા - બોરસદ - વડોદરા રેલ્વે લાઇન પુનઃ શરૂ કરવા લોકસભામાં રજૂઆત કરી હતી.

નિયમ 377 હેઠળ આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ (બકાભાઇ)ની લોકસભામાં રજૂઆત હતી કે, તાજેતરમાં આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. આણંદ જિલ્લાના અસંખ્ય લોકોના રોજગાર અને શિક્ષા માટે વડોદરા અવરજવરનો આ મુખ્ય બ્રિજ હતો. જે તૂટી જતા લોકોને અંદાજે 35 કીમીનો ચકરાવો થતા કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. તેમજ મોંઘવારીમાં તેઓના ખર્ચ ઉપર પણ અસર થઈ રહી છે. જેથી કોરોનાકાળમાં બંધ કરેલ કઠાણા - બોરસદ - વડોદરા રેલ્વે સેવા પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવા ભલામણ છે. આ સેવા શરૂ થાય તો નાગરિકોને હાલ ઉદ્ભવેલ સમસ્યાનું નિરાકરણ આવશે.








