Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયી, પારદર્શક રીતે સંપન્ન કરવા તંત્રની તૈયારીઓ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયી, પારદર્શક રીતે સંપન્ન કરવા તંત્રની તૈયારીઓ 1 - image

જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ભુજમાં બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર ચર્ચાઓ સાથે માર્ગદર્શન અપાયુંઃ કાયદાકીય જોગવાઈઓ પર ભાર મુકાયો

ભુજ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.  આ અનુસંધાને આજરોજ કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્વ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયાદરમિયાન આચારસંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્વિંત કરવા પર ભાર મૂક્યો હતો.

 આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ તેમજ માનવબળ વ્યવસ્થાપન,  ઉમેદવારી પત્રોની રજૂ કરવાની પ્રક્રિયા સંચાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી, પ્રતીક ફાળવણી, નામાંકન રદ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા માર્ગદર્શિકા મુજબ  ઈફસ્ન ના કાર્યકારી  સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞાો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  

ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને જરૂરી માહિતી નાગરિકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને તથા  સ્વીપ અંર્ગત  મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા પોલિંગ સ્ટાફના તાલીમ, દિવ્યાંગ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિટનગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટનગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.