જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી
Jamnagar Dussehra : જામનગર શહેરમાં છેલ્લા 7 દાયકાથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરી અને વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. અને રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે. જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને તમામ પૂતળાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જેમાં રાવણની ઊંચાઈ 35 ફૂટ અને મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટની ઊંચાઈ રાખવામાં આવી છે. તેમજ લાકડું, દોરી, કાપડ અને કાગળનો ઉપયોગ રાવણને બનાવામાં થાય છે. રાવણ દહનના કાર્યક્રમ પહેલા સાંજે 5 કલાકે નાનકપુરીથી રામલીલાની શોભાયાત્રાનો પ્રારંભ થાય છે, જેમાં 20 જેટલા ટ્રેક્ટર હોય છે
આ શોભાયાત્રામાં રામલીલાના દરેક પાત્રોની વેશભૂષા જોવા મળે છે. જેને જોવા જનમેદની ઉમટી પડે છે. આ શોભાયાત્રા પવન ચક્કી, ખંભાળિયા દરવાજા, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધનચોક દરબારગઢ, બેડી ગેટ થઈ અને પ્રદર્શન મેદાને પહોંચે છે. જ્યાં આતિશબાજીનો ધુમાડાબંધ કાર્યકર્મ હોય છે ત્યાર બાદ રાવણના પૂતળાનું દહન કરી અને અસત્ય પર સત્યનો વિજય થાય છે. વિજયાદશમીના 20 દિવસ અગાઉથી રાવણના પૂતળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. સિંધી સમાજમાં આ તહેવારને લઈ અને ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે.