'છોટીકાશી'માં દશામાનાં વ્રતની તૈયારીઓ : દેવીની મૂર્તિઓનાં સ્થાપન માટે ભક્તોમાં થનગનાટ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં દશામાનું વ્રત દર વર્ષે શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત અષાઢ મહિનાની અમાસનાં દિવસથી એટલે કે દિવાસાથી આરંભ થાય છે અને શ્રાવણ સુદ નોમ સુધી ચાલે છે. મહિલાઓ દ્વારા દસ દિવસનું આ વ્રત ઉજવવામાં આવે છે અને પૂર્ણાહુતિ પર જાગરણ પણ કરવામાં આવે છે. વ્રતનાં સમાપન પર જળમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે. આવતીકાલે અમાસથી વ્રત આરંભ થઇ રહ્યુ છે ત્યારે નગરમાં શિલ્પકારો દ્વારા ઘડવામાં આવેલ દશામાઁની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. વ્રતધારી ભક્તો પોતાનાં ઘરે દેવીનું સ્થાપન કરવા માટે મૂર્તિઓ પસંદ કરી ધામધૂમથી ઘરે લઇ જઇ રહ્યા છે.