Get The App

કોરોના કટોકટી પૂરી થયાનાં 2 વર્ષ બાદ રિએન્ટ્રી, રાજકોટમાં તૈયારી શરૂ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
કોરોના કટોકટી પૂરી થયાનાં 2 વર્ષ બાદ રિએન્ટ્રી, રાજકોટમાં તૈયારી શરૂ 1 - image


જાન્યુઆરી-2023 માં આવેલ ઓમિક્રોન રૂપ બદલીને ફરી આવ્યો : આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટની કિટ જ નથી : મેડિકલ ઓફિસરોને સિમ્પટમ્સ ચકાસવા સૂચના,સિવિલમાં : PPE કીટ, 20 બેડ સાથે ખાસ વોર્ડ તૈયાર

 રાજકોટ, :બરાબર બે વર્ષ પહેલા મે-2023 માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 પબ્લિક હેલ્થ ઈમરજન્સીને પૂરી થયેલી જાહેર કરી હતી અને ત્યારે જ તજજ્ઞાોએ આ મહામારી તો જારી જ રહેશે અને કોરોના વાયરસ રૂપ પણ બદલતો રહેશે અને લોકો માટે જીવલેણ પણ રહેશે. 2 વર્ષ બાદ ભારત સહિત વિશ્વમાં ધીમા પગલે કોરોના કેસો નવા વેરિયન્ટ JN-1 સાથે ફરી માથુ ઉંચકી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ અને મનપાના આરોગ્ય તંત્રમાં આ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. 

જાન્યુઆરી-2023માં ઓમિક્રોન વાયરસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અને દુનિયામાં અચાનક કોરોનાના કેસોમાં તોતિંગ વધારો લાવી દીધો હતો. પરંતુ, તેના સિમ્પટમ્સ એપ્રિલ-2022માં પ્રસરેલા ડેલ્ટા વાયરસ જેવા જીવલેણ ન્હોતા. હવે આ જ ઓમિક્રોન વેરિયેન્ટે રૂપ બદલ્યું છે અને JN-1 નામથી રિએન્ટ્રી કરી છે. જેના લક્ષણો  તાવ,ખૂબ થાક, નાકમાં પાણી, માથા,સ્નાયુનો દુખાવો ઉપરાંત ડાયેરિયા જેવી ગેસ્ટ્રો .તકલીફ અને ખાસ તો શ્વાસ લેવામાં તકલીફ વગેરે છે. 

રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં આ નવા વેરિયેન્ટ ઘુસી જાય તો ખબર પડે તેમ નથી, કારણ કે મોટાભાગે ટેસ્ટીંગ જ થતું નથી. આરોગ્ય કેન્દ્રોમાં તો રેપીડ ટેસ્ટની કિટ પણ નથી. આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યું કે આજે જ તમામ આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસરોની બેઠક બોલાવી હતી અને કોરોના જેવા લક્ષણો જણાય તો તુરંત આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા અને શરદી-ઉધરસના દર્દીઓના સિમ્પટમ્સ ચકાસવા સૂચના આપી છે.તેમજ રેપીડ ટેસ્ટ માટે કિટની માંગણી પણ જરૂર મૂજબ કરવામાં આવશે.  જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મોનાલી માંકડીયાએ જણાવ્યું કે સિવિલમાં પી.પી.ઈ.કીટ, ટેસ્ટ સુવિધા સાથે ૨૦ દર્દીઓને ઈન્ડોર રાખી શકાય તેવો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હજુ કોઈ કેસ નોંધાયેલ નથી. 


Tags :