જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા રીઝનલ સાયન્સ સેન્ટર બનાવવા માટેની તડા માર તૈયારીઓ ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા બૃકબોન્ડ ગ્રાઉન્ડ વાળી જગ્યામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય તે પ્રકારે નું અંદાજે રૂપિયા 30 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, અને જરૂરી સૂચનો પણ કરાયા છે.
જામનગર શહેર અને જિલ્લા માં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રુચી ધરાવતા વિધાર્થીઓ, અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખુબ જ ઉપયોગ થઈ શકે તે પ્રકારે ના સાયન્સ સેન્ટર નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જે રીઝનલ સાયન્સ સેન્ટર આશરે 10 એકરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર છે. અને આશરે 2 વર્ષમાં આ સાયન્સ સેન્ટર તૈયાર થશે.
જેની ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને જરૂરી સુચનો આપીને કામગીરીની સમીક્ષા કરી હતી. અને આશરે 10 એકરની વિશાળ જગ્યામાં અંદાજે 30 કરોડના ખર્ચે બે વર્ષના સમયગાળામાં તૈયાર કરવામાં આવશે.
હાલ રાજયમાં પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં આવા રીઝનલ સાયન્સ સેન્ટર કાર્યરત છે. જામનગરમાં રાજયનુ પાંચમુ રીઝનલ સાયન્સ સેન્ટર બનશે.
જામનગરમાં આકાર પામનાર રીઝનલ સાયન્સ સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવા માટે ગુજરાત કાઉન્સીસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરની 9 સભ્યોની ટીમે સ્થળ મુલાકાત કર્યા બાદ ફોન પર જ કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા, અને તે દિશામાં કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે.








