Get The App

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ 1 - image


વિદ્યાર્થીઓ, મુસાફરો અને વેપારીઓના હિતને ધ્યાને લઈ દરરોજ આઠ ટ્રીપ મારશે

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે નવી પ્રીમિયમ બસની સુવિધા માટે  સુરેન્દ્રનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ, રોટરી કલબ, અલગ-અલગ ધાર્મિક સંસ્થાઓ, વેપારીઓ તેમજ એસટી સલાહકાર સમિતિએ લેખિત રજૂઆત કરી હતી જેના ભાગરુપે સુરેન્દ્રનગરથી રાજકોટના રૃટ પર એસટી બસની કુલ ૦૮ ટ્રીપોની સેવાનો પ્રારંભ  ગુરૃવારે બપોરે ૧૨-૩૦ કલાકે કરવામાં આવશે.

અત્યાર સુધી એવી છાપ હતી કે સરકારી બસ એટલે માથા અને કમરનો દુથખાવો. પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ગુજરાત એસટી મોર્ડન રૃપ ધારણ કરી રહી છે. એસટીએ હાલમાં ૧૫૧ નવી બસો વસાવી છે. ૨ બાય ૨ સીટની આ એસી બસોમાં પ્રાઈવેટ લક્ઝરી બસને ટક્કર આપતી ફેસિલિટી છે.  

બસમાં મોટું એલીડી ટીવી, બે સીટ વચ્ચે ખાસ યુએસબી ચાજગ પોઇન્ટ, મુસાફરોને બસ સ્ટોપ અને અન્ય માહિતી પૂરી પાડવા માટે માઈક સિસ્ટમ, મહિલાઓની સુરક્ષા માટે આ નવી બસોમાં ખાસ પેનિક બટનની સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવરની કેબિન અને પાછળના ભાગમાં એમ અલગ અલગ ૪ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું સીધુ મોનિટરિંગ ડ્રાઈવર કરી શકે તેવી વ્યવસ્થા ગોઢવવામાં આવી છે. જો બસમાં આગળ અથવા પાછળના ભાગમાં કોઈપણ પ્રવૃત્તિ થતી હોય તો ડ્રાઈવરને તેની તરત જાણ થઈ શકે છે. મુસાફરોને કચરો નાખવા માટે ડસ્ટબિનની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકો પોતાનો સામાન સુરતક્ષિત મુકી શકે તેના માટે થઈને અલગથી લગેજ બોક્સ પણ મુકવામાં આવ્યું છે.


Tags :