Gujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક થઈ રહેલ પ્રીકાસ્ટ સ્લેબની કામગીરી

By GS TEAM
28 Jun 20251 min read
TukuTouch Logo
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરા નજીક ટ્રેક સ્લેબ નાખવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અદ્યતન મશીનોનો ઉપયોગ કરીને પ્રીકાસ્ટ સ્લેબને ચોકસાઈ સાથે મૂકવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક થઈ રહેલ પ્રીકાસ્ટ સ્લેબની કામગીરી

Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરા નજીક ટ્રેક સ્લેબ નાખવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અદ્યતન મશીનોનો ઉપયોગ કરીને પ્રીકાસ્ટ સ્લેબને ચોકસાઈ સાથે મૂકવામાં આવી રહ્યા છે. 

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની લંબાઈ 508 કિલોમીટર છે, તે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો વચ્ચે ઝડપી મુસાફરી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,08,000 કરોડ (17 અબજ ડોલર) છે. આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ વખત જાપાનીઝ શિંકનસેન ટ્રેક તકનિક પર આધારિત બેલાસ્ટલેસ ટ્રેકની જે-સ્લેબ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સીએએમ લેઇંગ કાર અને ફ્લેશ બટ્ટ વેલ્ડિંગ મશીન જેવા મશીનોના કાફલાનો ઉપયોગ વડે ટ્રેક નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક હાલ ટ્રેક સ્લેબ નાખવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અદ્યતન મશીનોનો ઉપયોગ કરીને પ્રીકાસ્ટ સ્લેબને ચોકસાઈ સાથે મૂકવામાં આવી રહ્યા છે. પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબો વાયડક્ટ પર ઉઠાવીને ખાસ ડિઝાઈન કરેલા એસએલસીમાં લોડ કરી ટ્રેક પાથરવાની કામગીરી થઈ રહી છે.