Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક થઈ રહેલ પ્રીકાસ્ટ સ્લેબની કામગીરી

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક થઈ રહેલ પ્રીકાસ્ટ સ્લેબની કામગીરી 1 - image


Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરા નજીક ટ્રેક સ્લેબ નાખવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અદ્યતન મશીનોનો ઉપયોગ કરીને પ્રીકાસ્ટ સ્લેબને ચોકસાઈ સાથે મૂકવામાં આવી રહ્યા છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક થઈ રહેલ પ્રીકાસ્ટ સ્લેબની કામગીરી 2 - image

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની લંબાઈ 508 કિલોમીટર છે, તે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો વચ્ચે ઝડપી મુસાફરી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,08,000 કરોડ (17 અબજ ડોલર) છે. આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ વખત જાપાનીઝ શિંકનસેન ટ્રેક તકનિક પર આધારિત બેલાસ્ટલેસ ટ્રેકની જે-સ્લેબ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સીએએમ લેઇંગ કાર અને ફ્લેશ બટ્ટ વેલ્ડિંગ મશીન જેવા મશીનોના કાફલાનો ઉપયોગ વડે ટ્રેક નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરીડોરમાં વડોદરા નજીક હાલ ટ્રેક સ્લેબ નાખવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં અદ્યતન મશીનોનો ઉપયોગ કરીને પ્રીકાસ્ટ સ્લેબને ચોકસાઈ સાથે મૂકવામાં આવી રહ્યા છે. પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબો વાયડક્ટ પર ઉઠાવીને ખાસ ડિઝાઈન કરેલા એસએલસીમાં લોડ કરી ટ્રેક પાથરવાની કામગીરી થઈ રહી છે.

Tags :