app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં કોંગ્રેસના પૂર્વ શહેરપ્રમુખ પ્રશાંત પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું, હવે કેસરીયા કરશે

પ્રશાંત પટેલ 17 સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાશે

Updated: Sep 14th, 2023વડોદરાઃ કોંગ્રેસના પૂર્વ શહેરપ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત પટેલે રાજીમનામું આપી દેતા રાજકારણમાં અટકળો સેવાઈ રહી છે કે તેઓ જલ્દી કેસરીયો ધારણ કરશે.

પ્રશાંત પટેલ 17 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે

પ્રશાંત પટેલ 17 સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાશે.પ્રશાંત પટેલ ગત લોકસભાની ચુંટણી કોંગ્રેસમાંથી લડ્યા હતા. પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રશાંત પટેલે જણાવ્યું કે કોંગ્રેસ સાથે કોઈ નારાજગી નથી પણ હું હિન્દુત્વના સાગરમાં જોડાવા ઈચ્છું છું, હું છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય હતો, અને સતત તે મંથન કરી રહ્યો હતો કે કોંગ્રેસમાં રહેવું કે નહી. પ્રશાંત પટેલ 1997માં એમ. એસ. યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. વર્ષ 2015માં અનુજ પટેલના રાજીનામા બાદ પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પ્રશાંત પટેલ વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. 

Gujarat