બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી
કોર્ટના નિર્ણય બાદ એપેક્સ કાઉન્સિલ આગામી એજીએમના શિડ્યુલ નક્કી કરશે
ડાયેટિશિયન અને સાઇડ આર્મ સ્પેશિયાલિસ્ટની નિમણૂક કરાઈ
બીસીએ ઓફિસ ખાતે વહીવટી અને ક્રિકેટની બાબતો પર ચર્ચા કરવા અને નિર્ણય હેતુ એપેક્સ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી. જેમાં બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણય અને ચર્ચા વિચારણા થઈ હતી.
બેઠકમાં આગામી બીસીસીઆઈ એજીએમ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરવા પ્રમુખ પ્રણવ અમિનનું નામાંકન કરાયું છે. બીસીએ તરફથી સુપ્રીમ કોર્ટ પાસે કાઉન્સિલ સભ્યની શરતો બાબતે સ્પષ્ટતા અને નિર્દેશ માંગ્યા હોય જે અંગે આગામી 22 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. અને કોર્ટના નિર્ણય બાદ એપેક્સ કાઉન્સિલ આગામી એજીએમના શિડ્યુલ નક્કી કરશે. હાલ લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ પસાર થયું છે. ત્યારે ક્રિકેટ એસોસિએશન પર તેની સંભવિત અસર અને બીસીએના બંધારણમાં જરૂરી સુધારા અંગે એપેક્સ કાઉન્સિલ પ્રસ્તાવિત નેશનલ સ્પોર્ટ્સ બિલ પર નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, લાઈવ સ્ટ્રીમિંગ, વેબસાઈટ અને એપ થકી તમામ વય જૂથો અને મહત્વપૂર્ણ ટુર્નામેન્ટની સ્થાનિકો મેચો માટે બ્રાન્ડિંગ અને કવરેજ વધારવા ક્રીકસેન્ટરને ઓનબોર્ડ કરાયું છે. તેમજ વય જૂથ અનુસાર આહાર નક્કી કરવા ડાયેટિશિયન તથા અંડર 19 બોયઝ અને ગર્લ્સ ટીમ માટે સાઇડ આર્મ સ્પેશિયાલિસ્ટની પણ નિમણૂક કરાઈ છે.
સભ્ય પદની સમીક્ષા અને નિયમન માટે સમિતિની રચના કરી
બેઠકમાં સામાન્ય સભ્યથી આજીવન સભ્ય સુધીના સભ્ય પદની સમીક્ષા માટે સર્વોચ્ચ મંજૂરી , વરિષ્ઠ નાગરિકોના અવસાન બાદ સભ્ય પદ તેમના નજીકના પરિવારને આપવા વગેરે અંગે લીગલ ઓપિનિયન લઈ સૂચક સુધારાનું નિયમન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સેક્રેટરી અજીત લેલે, અશોક જુનેજા, રશ્મિ શાહ અને કલ્યાણ હરી ભક્તિનો સમાવેશ થાય છે.
હાર્દિક પંડ્યાએ બીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી
હાર્દિક પંડ્યા અને જીતેશ શર્માની એશિયા કપ તથા વડોદરાની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવની આઇસીસી મહિલા વર્લ્ડ કપ માટે પસંદગી ગર્વની ક્ષણ છે. હાર્દિક પંડ્યા આગામી ત્રણ દિવસ બીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે.
જે.વાય. લેલે અંડર -16 ઇન્વિટેશનલ ટુ - ડે ટુર્નામેન્ટનું આયોજન
બીસીએ જે.વાય. લેલે અંડર -16 ઇન્વિટેશનલ ટુ - ડે ટુર્નામેન્ટના આયોજનની તૈયારી કરી રહ્યું છે. આસામ ,ગુજરાત ,તમિલનાડુ ,સૌરાષ્ટ્ર મુંબઈ , વિદર્ભ અને છત્તીસગઢની ટીમોએ બીસીએની બે ટીમો સાથે ભાગીદારીની પુષ્ટિ કરી છે. તમામ મેચોનું બીસીએ યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરાશે.