મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની
કલેક્ટર , પ્રાંત , મામલતદાર સહિતની કચેરીના મહેસુલકર્મીઓની ૨૦ ટીમોએ ભાગ લીધો હતો
મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ડબલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરના પીએ તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ ગઢવી તથા અધિક ચિટનીશ શાખાના કારકૂન ધવલ ચૌધરી વિજેતા થયા હતા.
વડોદરા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતની કચેરીમાં ફરજ બજાવતા મહેસુલકર્મીઓની ૨૦ ટીમોએ ભાગ લીધો હતો. આ ડબલ્સ ટુર્નામેન્ટની ફાયનલ મેચ પ્રજ્ઞેશ ગઢવી, ધવલ ચૌધરી તથા આરટીએસ નાયબ મામલતદાર રવીન્દ્રસિંહ રાઉલજી અને કરનસિંહ અંટાલિયાની વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ ક્રમની જોડીએ ૨૧-૧૩ અને ૨૧-૧૯ના સ્કોરથી સ્પર્ધા જીતી લીધી હતી. આ જોડીને સુવર્ણ પદક અને અસફળ રહેનાર જોડીને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિમાંશુ પરમાર અને કૌશિક સુવાગિયા તથા જિજ્ઞેશ પરમાર અને વિકાસ પટેલની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.