Gujarat

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની વધુ એક વાર મુદ્દત લંબાવી : તા.4 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ભાયલી અને સેવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બંધાયેલા મકાનો ખરીદવામાં આર્થિક રીતે પછાત લોકોએ ઓછી ઉત્સુકતા દાખવતા તંત્રને વધુ એક વાર જાહેરાત કરવાની ફરજ પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની વધુ એક વાર મુદ્દત લંબાવી : તા.4 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ભાયલી અને સેવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બંધાયેલા મકાનો ખરીદવામાં આર્થિક રીતે પછાત લોકોએ ઓછી ઉત્સુકતા દાખવતા તંત્રને વધુ એક વાર જાહેરાત કરવાની ફરજ પડી હતી. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાઈલી અને સેવાસી ખાતે તૈયાર થનારા ઇ.ડબલ્યુ.એસ-2 ટાઈપના મકાનો ફાળવવા અંગે આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારો કોઈ ઉત્સુકતા દાખલતા નથી. આ અંગે ઓનલાઇન ફોર્મ ભરવા બાબતે પાલિકા તંત્ર દ્વારા ફરી એક વાર સમય મર્યાદા વધારવામાં આવી છે. મહાનગરપાલિકાની એફર્ડેબલ હાઉસિંગ શાખા, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ યોજનામાં આવાસો મેળવવા ઓનલાઇન અરજીઓ મંગાવાની પ્રક્રિયા અગાઉ કરવામાં આવી હતી. જે પૈકી ભાયલી ફાઇનલ પ્લોટ નં.93 ભાયલી ફાઇનલ પ્લોટ નંબર.116 અને સેવાસી ફાઇનલ પ્લોટ નંબર 71 ખાતેના ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસ મેળવવા ઈચ્છુકો પાસેથી વધુ એકવાર ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ 15 દિવસ વધારવામાં આવી છે. આગામી તા.19 જુનથી 4 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. આગામી તા.4 જુલાઈ સુધી આ યોજનાના ફોર્મ ભરી શકાશે તેમ એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા જણાવ્યું છે.