Get The App

આસી.કમિશનર પાસેથી સત્તા આંચકી લેવાઈ , ઈજનેર વિભાગની કામગીરી એડીશનલ સિટી ઈજનેર હસ્તક

પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટના કામ પણ ઈજનેર વિભાગના નેજા હેઠળ થશે

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News

    આસી.કમિશનર પાસેથી સત્તા આંચકી લેવાઈ , ઈજનેર વિભાગની કામગીરી એડીશનલ સિટી ઈજનેર હસ્તક 1 - image 

  અમદાવાદ,ગુરુવાર,8 મે,2025

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ઝોન અને વોર્ડ કક્ષાએ પાણી,ગટર અને રસ્તા સહિતની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસેથી ઈજનેર વિભાગની કામગીરીની સત્તા આંચકી લીધી છે. ઈજનેર વિભાગની કામગીરી જે તે ઝોનના એડીશનલ સિટી ઈજનેર હસ્તક સોંપી છે. પ્રોજેકટ ઈમ્પલીમન્ટ યુનિટ હેઠળના કામ પણ ઈજનેર વિભાગના નેજા હેઠળ થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૯માં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને નિમણૂંક અપાઈ હતી. એ સમયથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને સોંપાયેલી કામગીરી અનેક વખત વિવાદમાં આવી છે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરના સમયમાં મ્યુનિ.ના એડીશનલ સિટી ઈજનેરોએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કરતા તેમની ગ્રેડ ઉંચી હોવાથી કામગીરી કરવા ઈન્કાર કર્યો હતો.એક તબકકે તો એસ્ટેટ વિભાગથી લઈ મોટાભાગના વિભાગના અધિકારીઓ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવાતી વોર્ડ કક્ષાની મિટીંગમાં પણ હાજર રહેતા નહીં હોવાની ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુ.કમિશનરને ફરિયાદ કરી હતી.હાલના મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ વોર્ડ કક્ષા તથા સબ ઝોનલ કક્ષાએ લોકો તરફથી મળતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોના ઝડપી નિકાલ માટે અગાઉ કરાયેલા પરિપત્રમાં ફેરફાર કરી વોર્ડ કક્ષાએ આસિસ્ટન્ટ સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેરને એડીશનલ સિટી ઈજનેરની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવા આદેશ કર્યો છે.

Tags :