Get The App

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઈવમાં રૂ. 44 લાખની વીજચોરી ઝડપાઈ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઈવમાં રૂ. 44 લાખની વીજચોરી ઝડપાઈ 1 - image


- પાલિતાણા ટાઉન, ગારિયાધાર-1, 2 અને ઘોડીઢાળ સબ ડિવિઝનમાં ચેકિંગ

- 44 ટીમો દ્વારા 327 વીજ કનેક્શન તપાસ્યા જેમાંથી 105 માં ગેરરીતિ પકડાતા દંડાત્મક કાર્યવાહી

ભાવનગર : જિલ્લાના પાલિતાણા ટાઉન, ગારિયાધાર-૧, ૨ અને ઘોડીઢાળ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આજે વહેલી સવારથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦૫ કનેક્શનમાં કુલ રૂ.૪૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

જિલ્લાના પાલિતાણા ટાઉન, ગારિયાધાર-૧, ગારિયાધાર-૨ અને ઘોડીઢાળ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની ૪૨ ટીમો દ્વારા આજે વહેલી સવારે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. વીજ ટીમ દ્વારા ચારેય સબ ડિવિઝન હેઠળના વિસ્તારોના કુલ ૩૨૭ ઘર વપરાશના ૩૨૪ અને ખેતીવાડીના ૩ મળી કુલ ૩૨૭ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘર વપરાશના ૧૦૪ અને ખેતીવાડીના ૧ કનેક્શનમાં વીજચોરી ઝડપાતા વીજ ચોરી કરનારા કુલ ૧૦૫ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૪૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Tags :