Gujarat

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે

By GS TEAM
7 Oct 20251 min read
TukuTouch Logo
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે આવતીકાલથી સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે

Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે આવતીકાલથી સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગનું કામકાજ વહેલુ પૂરું થયેથી કોઈપણ જાતની જાણ વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. 

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આવતીકાલ તા.8, બુધવારે જીઆઇડીસી સબ ડિવિઝનના માણેજા ફીડર વિસ્તારના આસપાસના વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત મધુસાગર ફીડરના આસપાસના વિસ્તારમાં તા.9, ગુરુવારે વીજ પુરવઠો નિયત સમયે બંધ રહેશે. એવી જ રીતે તા.9મીએ ગુરુવારે સૂર્ય દર્શન આસપાસના વિસ્તાર સહિત તા.11મીએ શનિવારે અંબે ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.10, શુક્રવારે નવીનો ફીડરના આસપાસનો વિસ્તાર તેવી જ રીતે તા.10-શુક્રવારે વાડી ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.9, ગુરુવારે ઘાઘરેટીયા ફીડરના આસપાસમાં આવેલા વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. જો રીપેરીંગ કામ વહેલું પૂરું થશે તો કોઈપણ જાતની જાણ અગાઉથી કર્યા વિના વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે તેમ લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.