વડોદરાના વિવિધ વિસ્તારોમાં વીજ લાઈન સમારકામને ધ્યાનમાં રાખી તા.21 થી 29 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ લાઇન રીપેરીંગની કામગીરી અંગે તા.21 થી 29 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂરું થયા બાદ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે તરસાલી સબ ડિવિઝન તા.21, મે, બુધવારે મનહર પાર કે ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.27-મે, મંગળવારે સૂચન ફીડરના આસપાસનો વિસ્તાર. તેવી જ રીતે તા.29-મે, ગુરુવારે ટેન્ક ફીડર સહિતના આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.24-મે, શનિવારે એરફોર્સ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.26-મે, સોમવારે ગોકુલ ફીડરના આસપાસનો વિસ્તાર. તા.23-મે, શુક્રવારે વાડી સબ ડિવિઝનના કાન્હા ફીડરના આસપાસનો વિસ્તાર. તા.28-મે, બુધવારે ચંદન ફીડરના આસપાસનો વિસ્તાર સહિત તા.23-મે, શુક્રવારે બરાનપુરા સબ ડિવિઝનના તીન મૂર્તિ ફીડરના આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.26-મે, આઝાદ મેદાન ફીડરના આસપાસનો વિસ્તાર. તથા તા.21- મે, બુધવારે જી ટુ ફીડરના આસપાસનો વિસ્તાર. ઉપરાંત તા.23-મે,
શુક્રવારે જી1 ફીડરના આસપાસનો વિસ્તાર. તા.22-મે, ગુરુવારે લાલબાગ સબ ડિવિઝનના માંજલપુર ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.27-મે, મંગળવારે ઘાઘરેટીયા ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.29- મે, મકરપુરા ફીડરના આસપાસના વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવા અંગે લાલા વિભાગીય કચેરીના દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત 66 કેવી ઇન્દ્રપુરી સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર 11 કેવી જરૂરી લાઈનનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી ફીડર આસપાસના વિસ્તારમાં તા.22-મે, એ સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં સરદાર એસ્ટેટ સબ ડિવિઝનના બાયર ફીડર, એપીએમસી ફીડર, સરદાર એસ્ટેટ ફીડર, સુપર ફીડર, અંબિકા ફીડર, અંબર ફીડર, સરસ્વતી ફીડર, સયાજીનગર ફીડર. તથા ખોડીયાર નગર સબ ડિવિઝનના રાજીવ નગર ફીડર, એરોડ્રોમ ફીડર, અર્થ આઇકોન ફીડર, સાંઈ શ્રદ્ધા ફીડર, સહિત ઇન્દ્રપુરી સબ ડિવિઝનના શ્રી હરી ફીડર, માંડવી સબ ડિવિઝનના, ચાંપાનેર ફીડર સંત કવર ફીડર, પાણીગેટ ફીડરના પાણીગેટ-2, દૂધેશ્વર ફીડર પાણીની ટાંકી ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો તા.22-મે, ગુરુવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેમ વિશ્વામિત્રી પૂર્વ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.