વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે
Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જરૂરી સમારકામ અંગે શહેરના અકોટાના વિવિધ વિસ્તારમાં આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે. કાર્યવાહી પૂરી થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આવતીકાલે તા.6ના રોજ અકોટા સબ ડિવિઝન સહજાનંદ કુટીર ફીડરના ક્ષેત્રના સહજાનંદ કુટીર, ઔદ્યોગિક વસાહત, શ્રીપાલ નગર, આદર્શ નિવાસી શાળા, વોર્ડ નં.5 ની ઓફિસનો વિસ્તાર, શાંતિકુંજ સોસાયટી, કૃષ્ણ શાંતિ, ધીમા પાર્ક, માધવ પાર્ક, સહજાનંદ એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો બંધ કરાશે.