વડોદરાના વિવિધ વિસ્તારમાં જુદી-જુદી તારીખે વીજ પુરવઠો રીપેરીંગ અંગે સવારે 6થી 10 બંધ રહેશે
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો આવતીકાલથી જુદી જુદી તારીખોએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. રીપેરીંગ વહેલું પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, તરસાલી સબ ડિવિઝન ક્યારે આવશે કાલે તા.10, બુધવારે હવેલી ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.12, શુક્રવારે કામધેનું ફીડરની આસપાસનો વિસ્તાર, તા.11 જીઆઇડીસી સબ ડિવિઝન, તા.11, ગુરુવાર લક્ષ્મી ફીડરના આસપાસનો વિસ્તાર સહિત તા.13, શનિવારે વ્રજધામ ફીડર સહિત આસપાસનો વિસ્તાર, તેવી જ રીતે માંજલપુર સબ ડિવિઝનના તા.10, બુધવારે લક્ષ્મીનારાયણ ફીડરના આસપાસનો વિસ્તાર. તથા તા.12, શુક્રવારે હરિધામ ફીડરના આસપાસનો વિસ્તાર ઉપરાંત લાલબાગ સબ ડિવિઝન તા.12, શુક્રવારે લાલબાગ ફીડરના આસપાસનો વિસ્તાર તથા વાડી સબ ડિવિઝનના તા.11, ગુરુવારે રામ ચોક ફીડરના આસપાસના વિસ્તારમાં રીપેરીંગ અંગે નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે તેની નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, લાલબાગ વિભાગીય કચેરી દ્વારા જણાવાયું છે.