આણંદ જિલ્લામાં 299 ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત, 35 ગામોમાં અંધારપટ
- વીજ તંત્રની 140 ટીમોએ કામગીરી શરૂ કરી
- 24 કલાકમાં ટ્રાન્સફોર્મર, સબ સ્ટેશન સહિતની વીજ સંબંધિત 3621 ફરિયાદોનો નિકાલ કરાયો
આણંદ : આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનથી ૩૪૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી ૨૯૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. જયારે ૨૪ કલાકમાં વીજ સંબંધિત ૩૬૨૧ ફરિયાદો તંત્રને મળતા નિકાલ કરાયો છે.
એમજીવીસીએલ દ્વારા જિલ્લાના ૩૪૫ ગામો અને આણંદ શહેર સહિત ૧૦ શહેરોમાં ૪૯૯ વીજ પોલ નમી પડયા હતા. ૫૧ ટ્રાન્સફોર્મર, ૩૬૩ ફિડર અને ૪૨ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશનમાં વીજળીના પ્રશ્રો સર્જાયા હતા. વીજ તંત્રની ૧૧૦ અને કોન્ટ્રાક્ટરની ૩૦ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી.
૨૯૯ ગ્રામ્ય વિસ્તારમાં તથા આણંદ શહેર સહિત ૧૦ શહેરી વિસ્તારમાં વીજપોલ, ૬ ટ્રાન્સફોર્મર, ૨૯૧ ફીડર, ૪૨ ૬૬ કેવી સબ સ્ટેશનનું કામ પૂર્ણ કરાયુંં છે અને ટૂંકા ગાળામાં વીજ સંબંધિત ૫૮૨૬ પૈકી ૩૬૨૧ ફરિયાદોનો પણ સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે. જયારે ૩૫ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે.