ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો
બાબરા તાલુકાના સુકવળા ગામે ડિમોલિશન રોકાવવા અદાલતમાં કંપનીએ કરેલો દાવો કેન્સલ કરતા ડિમોલિશન માટે પોલીસ સાથે ગયેલા કાફલાને કડવો અનુભવ
બાબરા, : બાબરા તાલુકાના સૂકવડા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગૌચર જમીનમાં વીજ પોલ ખડકી દેતાં પંચાયતે હટાવી લેવા નોટિસો આપી હતી. આમ છતાં કંપનીએ અદાલતનો આશરો લઈ પોતાનું સ્ટેન્ડ યથાવત રાખવા પ્રયાસ કર્યો હતો. આ વિવાદ મુદ્દે નીચલી અને સેસન્સ કોર્ટે દબાણને અયોગ્ય ઠરાવતા પંચાયત સતાવાળાઓ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા જતાં કંપનીએ લાઈનમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેતાં ડિમંલિશન અટકી પડયું હતું.
સુકવળા ગ્રામ પંચાયત તરફે રોકાયેલા વકીલ દ્વારા જણાવ્યા મુજબ સમર્થ વિંડ પાર્ક પ્રા.લી નામક પવનચક્કી કંપની દ્વારા બાબરા તાલુકાના સુકવળા ગામની ગૌચર જમીન સર્વે નંબર 210 પૈકીમાં વીજ પોલ ઉભા કરી અને દબાણ કરેલુ ગ્રામપંચાયત કચેરીના ધ્યાને આવેલ હતું જેથી વિધિવત નોટીસો બાદ મામલો બાબરા ફ.ક મેજી ની કોર્ટમાં પહોચ્યો હતો જેમાં બન્ને પક્ષોની દલીલો બાદ પવનચક્કી કંપની દ્વારા ગૌચર દબાણ કર્યા નું ફલિત થયું હતું બાદ કંપની દ્વારા પોતાની અપીલ જીલ્લા સેસન્સ કોર્ટ માં દાખલ કરેલી જ્યાં પણ નીચલી કોર્ટ દ્વારા થયેલો હુકમ યથાવત રહેલો હતો
બાદ ગ્રામપંચાયત દ્વારા ગૌચર દબાણ હટાવવા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરવા સ્થળ ઉપર ગયેલા ત્યારે પવનચક્કી કંપની દ્વારા વીજપોલ નું ડીમોલેશન ટાળવા માટે વીજ પાવર શરૂ રાખતા ગ્રામપંચાયત વર્તુળે જીલ્લા તાલુકાના અધિકારીનો સંપર્ક સાધેલો પરંતુ યોગ્ય સહકાર નહી મળતા સાંજ ના છ વાગ્યા સુધી ડીમોલેશન માટે ગયેલા પંચાયત કર્મચારી અને પોલીસ કાફલો સહિતના લોકો હેરાનગતિ ભોગવી હતી અને ડીમોલેશન પ્રક્રિયા અટકી પડી હતી.