Gujarat

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા : 9 પોલ ધરાશાયી

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા પ્રથમ વરસાદના કારણે વિજ તંત્રને પણ અસર થઈ હતી, અને ગઈકાલે 49 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 173 વીજ ફીડરો બંધ થયા હતા, જયારે 9 વિજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા : 9 પોલ ધરાશાયી

Jamnagar PGVCL : જામનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા પ્રથમ વરસાદના કારણે વિજ તંત્રને પણ અસર થઈ હતી, અને ગઈકાલે 49 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 173 વીજ ફીડરો બંધ થયા હતા, જયારે 9 વિજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લાના કુલ 49 ગામમાં પુરવઠો ખોરવાયો હતો. જો કે વીજ તંત્ર દ્વારા 13 ગામમાં રાત્રી દરમિયાન વિજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો, જ્યારે બાકીના 36 ગામોમાં અત્યારે સમાર કામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, અને એક પછી એક ગામમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવી રહ્યો છે.

 સમગ્ર જિલ્લામાં 1,138 ફીડર પૈકી ફુલ 173 ફીડરમાં પ્રથમ વરસાદ માંજ બંધ થયા હતા જે પૈકીના 21 ફીડર રાત્રે ચાલુ થઈ ગયા હતા, પરંતુ બાકીના 152 ફીડર શરૂ કરવા માટે હાલ કામગીરી ચાલી રહી છે.

 ગઈકાલે રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 9 વીજ પોલ ધરાસાઈ થઈ ગયા હતા, જે પૈકી બે વીજપોલ રાત્રી દરમિયાન ઊભા કરાવી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 7 વીજકોલમાં સમારકામ માટેની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદ વિજ તંત્રને રૂપિયા 12 લાખનું નુકસાન થયું છે.