Get The App

વડોદરા કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક નમૂનો ઈલેક્ટ્રીક કેબલ તુટતા વીજ પુરવઠો ખોરવાયો

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક નમૂનો ઈલેક્ટ્રીક કેબલ તુટતા વીજ પુરવઠો ખોરવાયો 1 - image

Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા ઠેર-ઠેર કરવામાં આવી રહેલા આડેધડ ખોદકામને પગલે અવારનવાર લાઈટ, ગેસ, પાણી અને ડ્રેનેજની લાઈનો તૂટવાના બનાવ બને છે.

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પૂનમ કોમ્પલેક્ષ રોડ ઉપર રામવાટિકા સામે આજે સવારે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન જેસીબીથી આડેધડ રીતે ખોદકામ કરવામાં આવતા ઈલેક્ટ્રીક કેબલ તુટ્યો હતો. 

પૂનમ કોમ્પ્લેક્સ, સાંઈ આશિષ ડુપ્લેક્સ, રામ વાટીકા સોસાયટી,સાંઈ વિહાર સોસાયટી, વલ્લભ વાટીકા સોસાયટી તેમજ આસપાસની સોસાયટીઓમાં એક કલાકથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. વીજ કંપનીની કચેરીએ પણ લોકોનો સંપર્ક નહીં થતાં રોષની લાગણી ફેલાઈ હતી.