Get The App

વડોદરામાં મહિલાનું માત્ર 86 રૂપિયા વીજ બિલ બાકી હતું અને કનેક્શન કાપી મીટર કાઢી ગયા

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં મહિલાનું માત્ર 86 રૂપિયા વીજ બિલ બાકી હતું અને કનેક્શન કાપી મીટર કાઢી ગયા 1 - image


Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે જય મહાકાળી નગરમાં એક મહિલાનું માત્ર 86 રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી તેનું વીજ કનેક્શન કાપી નાંખ્યું છે. એટલું જ નહીં, કંપનીના કર્મચારીઓ તેનું મીટર કાઢીને પણ લઈ ગયા છે. અકોટા પોલીસ લાઈન પાસે આવેલા જય મહાકાળી નગરમાં શશીકલાબેન તેમની પુત્રી સાથે રહે છે. મહાકાળી નગર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. આ મહિલા બહારગામ હોવાથી બે મહિના આ ઘર બંધ હતું.

શશીકલાબહેને જણાવ્યું કે, મારું માત્ર 86 રૂપિયા બિલ બાકી હતું. અત્યાર સુધી અમે નિયમિત બિલ ભરેલું જ છે, જેમનું પંદરથી વીસ હજારનું વીજ બિલ બાકી છે તેમનું કનેક્શન કાપતા નથી અને અમારા જેવા નું માત્ર 86 રૂપિયા બાકી હોય તેનું કનેક્શન કાપી નાખે છે. આ ક્યાંનો ન્યાય? અમે કોની પાસે જઈએ? હવે 86 રૂપિયા બિલ ભરવા જઈશ ત્યારે ફરી કનેક્શન અને મીટર જોડવાના મારે પૈસા ભરવાના થશે તેનું શું?

Tags :