For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેમ છો ટ્રમ્પ.. / ગરીબી છુપાવવાનો સરકારનો આ અનોખો ઉપાય, લોકોમાં ભભુક્યો આક્રોસ

Updated: Feb 13th, 2020

Article Content Imageઅમદાવાદ, 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

ટ્રમ્પ આવે છે ત્યારે 7 ફૂટની ઉંચી દિવાલ ચણીને ગરીબોને ઢાંકી દેવાની વાત અમદાવાદ મેયરને ખબર જ નથી. તેઓ એવું કહી રહ્યા છેકે મારે વિઝિટ કરવાની બાકી છે વિઝિટ પછી ખબર પડશે. બાકી સ્ટેન્ડિંગ ચેરમેન તો આ વાતથી સારી રીતે જાણકાર છે અને તેઓ દિવાલ બનાવાનું કારણ સિક્યુરીટી રિઝન કહી રહ્યા છે. આમ આપણે ત્યાં શહેરમાં થતી કામગીરીથી મેયર અજાણ હોય છે જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન સારી રીતે જાણકાર હોય તેવું ચિત્ર જોવા મળે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી છે.

Article Content Imageએરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે ઝૂંપડપટ્ટી આવી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી તે માટે ઢાંકવા કોર્પોરેશન સાત ફુટ ઉંચી દિવાલ ચણી રહ્યુ છે. ત્યારે આ દીવાલનો વિરોધ ઝૂંપડપટ્ટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

સરણિયાવાર નામના આ વિસ્તારમાં ૫૦૦થી વધારે ઝૂપડપટ્ટી આવેલી છે. અને આ વિસ્તારમાં ૨ હજાર ૫૦૦થી વધારે લોકો રહે છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન ઝૂંપડપટ્ટી ન દેખાય તેનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન સૌદર્યકરણના નામે દીવાલ ચણી વૃક્ષો વાવવાની પણ તૈયારી કરી રહ્યુ છે.

Article Content Imageમોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત

અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવાના છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Article Content Imageમેયર બિજલ પટેલે મોટેરા સ્ટેડિયમની લીધી મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા અમદાવાદના મેયર બિજલ પટેલે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી છે. બિજલ પટેલ સાથે મનપાના કમિશનર સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

મોટેરા સ્ટેડિમમાં ટ્રમ્પના સ્વાગતમાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મોટેરાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ મોટેરા સ્ટેડિમય અને ગાંધી આશ્રમની મુલાકાત માટે આવવાના છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

Gujarat