Gujarat

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે

By GS TEAM
15 Oct 20251 min read
TukuTouch Logo
અગાઉની સરખામણીએ ત્રણ ગણી કામગીરી અને ડામર મટીરીયલનો વપરાશ વધારી દીધો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે

Vadodara Corporation : સરકાર તરફથી દિવાળી સુધીમાં શહેરના રોડ પરના ખાડા પુરા કરી દેવાની કામગીરી પૂરી કરી દેવાનું કહ્યું હોવાથી વડોદરા કોર્પોરેશન દ્વારા ચા૨ ઝોન તથા રોડ પ્રોજેકટ શાખાની ટીમો ખાડાઓ પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અગાઉ કોર્પોરેશન દ્વારા રોજ શહેરમાં 300 મેટ્રિક ટન સુધી કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ આ કામગીરી ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 600 મેટ્રિક ટન પૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ઝોનમાં 300-300 મેટ્રિક ટન મળી કુલ 1500 મેટ્રિક ટનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અટલાદરા હોટમીક્ષ પ્લાન્ટ ખાતેથી તા.15 ઓગસ્ટથી તા.14 સપ્ટેમ્બર સુધી ચોમાસા દ૨મ્યાન 300 મે.ટન પ્રતિ દિન મટીરીયલનો ઉપયોગ કરી પેચવર્કની કામગીરી ક૨વામાં આવી હતી, જેની સરખામણીએ તા.15 સપ્ટેમ્બરથી તા.14 ઓક્ટોબર દ૨મ્યાન આશરે 1100 મે.ટન પ્રતિ દિન કામગીરી કરવામાં આવી છે.

હાલમાં 18 મીટર કે તેથી વધુ પહોળાઈના ધરાવતા કુલ 6 રસ્તાઓ પર રીસરફેસીંગની કામગીરી ક૨વામાં આવી રહી છે. જ્યારે ચારે ઝોન દ્વારા 18 મીટ૨ કે તેથી વધુ પહોળાઇના ધરાવતા 15 ૨સ્તાઓ પ૨ રીસરફેસીંગની કામગીરી ક૨વામાં આવી રહી છે. ડભોઈ રોડથી કપુરાઈ ટાંકીથી કપુરાઈ એસ.ટી.પી. સુધીના 18 મીટ૨ના ૨સ્તા ઉપ૨ અંદાજે 1 કી.મી. લંબાઈમાં આ૨.સી.સી રોડની કામગીરી કરી છે. વૈકુઠ ચાર રસ્તાથી (ફોનીક્ષ કોમ્પલેક્ષ) સેવન હેવન સુધીના રસ્તા ઉપ૨ શહે૨માં સૌપ્રથમ વખત વ્હાઇટ ટોપીંગ પદ્ધતિનો ઉપયોગ કરી રોડ બનાવવા આવેલ છે.