4 ઓગસ્ટથી લેવાનારી મેડિકલ ફેકલ્ટીની તમામ પરીક્ષા મોકુફ
સુરતમાં કોરોના સંક્રમણ વધતા એસ.ટી બસો પણ બંધ કરી દેવાતા નર્મદ યુનિવર્સિટીના નિર્ણયથી રાહત
સુરત,તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી ૪ ઓગસ્ટથી મેડિકલ ફેકલ્ટીની પરીક્ષાનું શિડયુલ જાહેર કરાયુ હતુ. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સતાધીશોએ તમામ પરીક્ષાઓ મોકૂક કરી દેવાનો નિર્ણય લીધો હતો.
સુરત શહેરમાં કોરોનાના ફફડાટ વચ્ચે નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી ૪ ઓગસ્ટ થી સેકન્ડ યર તેમજ થર્ડ યર પાર્ટ-1 અને પાર્ટ-2 ની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વચ્ચે જ સરકારે સુરતની બસ સેવા ઠપ્પ કરી દીધી છે. તો સુરતમાં કેસો પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રજુઆત કરી હતી કે આ પરીક્ષાઓ મોકૂફ કરી દેવી જોઇએ. આ રજુઆતના પગલે આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ કરી દેવાનો નિર્ણય લીધો હતો.