ભાવનગરની 400 પોસ્ટ ઓફિસોમાં 21 મી સુધી ટપાલ સેવા બંધ
- આજે ડેટા વેરીફિકેશન અને કાલે અમલીકરણ થશે
- પોસ્ટમાં એસ.એ.પી.ના સ્થાને આઇ.ટી. 2.0 સોફ્ટવેરની સિસ્ટમ અપગ્રેડ કરાશે
ટપાલ સેવામાં અત્યાર સુધી સોફ્ટવેર એપ્લીકેશન એન્ડ પ્રોગ્રામ પર સમગ્ર કામગીરી કરાતી હતી જે પ્રાઇવેટ કંપનીનું પ્લેટફોર્મના સ્થાને કર્ણાટક મૈસુરમાં ડિપાર્ટમેન્ટનો ટેકનીકલ ટીમ દ્વારા બનાવાયેલ આધુનિક અને ઝડપી એવા આઇ.ટી. ૨.૦ સોફ્ટવેરનું અમલીકરણ થવા જઇ રહ્યું છે. ફેસ-૨માં ભાવનગર જિલ્લાનો સમાવેશ કરાયો છે જેથી ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસ, ૫૫ સબ પોસ્ટ ઓફિસ અને ૩૪૮ બ્રાંચ ઓફિસોમાં તા.૧૯, ૨૦, ૨૧ એમ ત્રણ દિવસ પોસ્ટલ સેવા સ્થગિત કરાઇ છે જેમાં કાલે રવિવારે ડેટા વેરીફિકેશન અને સોમવારે અમલીકરણની પ્રક્રિયા હાથ ધરાયા બાદ તાલીમ મેળવેલ ૧૧૦૦ કર્મચારી તા.૨૨ને મંગળવારથી રાબેતા મુજબ કામગીરી હાથ ધરશે.
નવા સોફ્ટવેરથી ટપાલ સેવા સરળ અને ઝડપી બનશે
નવો આઇ.ટી. ૨.૦ સોફ્ટવેર આવવાથી તમામ સર્વિસમાં ઝડપ આવશે. રોકાણકારો ઘરબેઠા ખાતાની વિગતો કે ટ્રાન્જેક્શનની સુવિધા મળશે, પોતાનું આઇ.ડી. બનાવીને બલ્કની રજિસ્ટ્રર સેવાનો લાભ મેળવી શકશે, રોકાણકારોને વધુમાં વધુ સુવિધા ઘર બેઠા મળી શકશે તેવા પ્રાથમિક તારણો જણાયા છે.