Gujarat
પોરબંદરના શિક્ષિકા કોન બનેગા કરોડપતિની હોટ સીટ સુધી પહોંચ્યા
By GS TEAM
22 Sep 20251 min read

અનેક વર્ષોનાં સતત પ્રયાસો, મહેનત રંગ લાવી : નિવૃત્ત શિક્ષક દંપતિના પુત્રીનું સ્વપ્ન સાકાર : પતિ મજબૂત સાથીદાર
પોરબંદર, : 'કઠોર પરિશ્રમનાં કોઈ વિકલ્પ નથી' કહેવત અનુસાર પોરબંદર શહેરની જાણીતી એમ.કે. ગાંધી ઈંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ અનેક વર્ષોથી સતત પ્રયાસો અને મહેનત દ્વારા લોકપ્રિય ટેલીવિઝન કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ સુધી પહોંચવાનું સ્વપન સાકાર કર્યું છે. નિવૃત્ત શિક્ષક દંપતિની પુત્રી જીજ્ઞાા કાનજીભાઈ મોકરિયાને જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે સામસામે મુલાકાત તથા યાદગાર સંવાદ કરવાનો અવસર મળ્યો છે. આ અનુભવ તેમના જીવન માટે અવિસ્મરણીય બની ગયો છે. જીજ્ઞાાબેનના પતિ અમિત પ્રાણલાલ મોઢા જીવનસાથી તરીકે તેમની સિધ્ધિમાં મજબૂત સાથીદાર બન્યા છે.








