પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ
Porbandar molestation Case : પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ ચાર આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નાસ્તો કરવાના બહાને આરોપીઓ સગીરાને એક સફારી કારમાં બેસાડી બહાર લઇ ગયા હતા, જ્યાં કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ સગીરાને શહેરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા અને જ્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે સગીરાએ જયરાજ સુંડાવદરા, મલ્હાર, રાજ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદ મુજબ, દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ તેને સવારે 4.30 વાગ્યે તેના ઘરે ઉતારી દીધી હતી.
પોરબંદર પોલીસે આ ગંભીર કેસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.