Gujarat

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
પોરબંદરમાં આજે વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ચાર પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે. સોમવારે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી ચારના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત

Porbandar Acciden: પોરબંદરમાં આજે વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ચાર પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે. સોમવારે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી ચારના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

ધડાકાભેર ટક્કર અને કમકમાટીભર્યા દ્રશ્યો

મળતી માહિતી મુજબ, એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે સીધી અને પ્રચંડ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર પાંચેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સ મારફતે તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીવ છૂટ્યો

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ 26 વર્ષીય મિલન બાદરશાહી, 18 વર્ષીય દિપેશ ઢાકેચા અને 17 વર્ષીય વનરાજ ઝાલા મૃત જાહેર કર્યા હતા. જ્યારે સરવાર દરમિયાન 24 વર્ષીય પિયુષ લોઢારીની મૃત્યુ નિપજ્યું હતું. હાલ 14 વર્ષીય પ્રતિક નિલેશ જેઠવાની સારવાર ચાલી રહી છે. માત્ર 17 થી 26 વર્ષની વયના આ આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો

પોલીસ તપાસ અને શહેરમાં ગમગીની

પોરબંદર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારના સમયે કયા કારણોસર આટલી ભયાનક ટક્કર થઈ તે અંગે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોની બજાર અને પંચહાટડી જેવા રહેણાંક વિસ્તારોમાં યુવાનોના અકાળે અવસાનથી માતમ છવાઈ ગયો છે.