Gujarat

આણંદ જિલ્લામાં 5,947 ઘરો અને 6,491 પાત્રોમાં પોરા મળ્યાં

By GS TEAM
24 Jun 20252 mins read
આણંદ જિલ્લામાં 5,947 ઘરો અને 6,491 પાત્રોમાં પોરા મળ્યાં

- 4.56 લાખ ઘરોમાં ડોર ટુ ડોર સર્વે

- 14,184 પાત્રોનો નાશ, 496  મકાનોમાં ફોગિંગ સાથે 21 સ્થળોએ ગપ્પી ફિશ નાખવામાં આવી

આણંદ : આણંદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે ૪.૫૬ લાખ કરતાં વધુ ઘરોમાં વાહકજન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. ત્યારે ૫,૯૪૭ ઘરો તથા ૬,૪૯૧ પાત્રોમાં પોરા મળ્યા હતા. ૪૯૬ ઘરોમાં ફોગિંગ કરવા સાથે ૨૧ સ્થળોએ ગપ્પી ફિશ નાંખવામાં આવી છે.

આણંદ જિલ્લામાં રોગચાળો ફાટી ના નીકળે તે માટે અને નગરજનોને આરોગ્યલક્ષી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુથી આરોગ્ય વિભાગની ૭૧ જેટલી ટીમો  બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

 ત્યારે જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આોરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રીય વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો સહિતની ટીમો દ્વારા વાહકજન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે કરીને સમગ્ર જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે ૪.૫૬ લાખ કરતાં પણ વધુ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ૩૨૩ સબ સેન્ટરમાં ૭૧ જેટલી ટીમો દ્વારા ૪૫૬૧૧૮ જેટલા ઘરોની તપાસણી કરવામાં આવી છે. જેમાં ૫૯૪૭ ઘરોમાં પોરા મળ્યા હતા. ઉપરાંત ૧૩૫૩૯૨૯ જેટલા પાત્રો તપાસતા ૬૪૯૧ જેટલા પાત્રોમાં પોરા મળ્યા હતા. જેમાં ૧૪૯૪૨ જેટલા પાત્રોમાં દવા નાંખવામાં આવી છે. તથા ૧૪૧૮૪ જેટલા પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. ૪૯૬ જેટલા ઘરોમાં ફોગિંગ કરવા સાથે ૨૧ જેટલા સ્થળોમાં ગપ્પી ફિશ નાંખવામાં આવી છે. આણંદ જિલ્લામાં ૧૫૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા- કોલેજો તથા ૯૨૩થી વધુ ધામક સ્થળો, ૨૩૧થી વધુ ઔધોગિક વિસ્તાર, ૪૭૮થી વધુ સરકારી, ૭૫૪થી વધુ ટાયર- ભંગારની દુકાનો, ૧૦૩થી વધુ પોલીસ સ્ટેશન- બસસ્ટેશન- રેલવે તથા ૧૦૨૩થી વધુ બાંધકામ સાઈટો પર સર્વે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.