Gujarat

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્યાર્થીઓ

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
સમિતિની શાળામાં બંને પાળીમાં ઘણા ઓછા વિદ્યાર્થી જોવા મળ્યા, સોમવારથી રાબેતા મુજબ હાજરી જોવા મળે તેવી શક્યતા

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્યાર્થીઓ

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજથી પ્રારંભ થયો છે પરંતુ બન્ને પાળીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી. જોકે, હજી પણ વીક એન્ડ સુધી સંખ્યામાં કોઈ વધુ વધારો થાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. 

હાલ પડેલા દિવાળી વેકેશન બાદ આજથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું નવું સત્ર શરૂ થયું છે. હાલ શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. આજે પહેલા દિવસે સવારની પાળીમાં તો ગણ્યા ગાઠ્યા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. ત્યારબાદ બપોર પાળીમાં ઘણી શાળામાં માંડ વીસ પચીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. જેના કારણે આજે પહેલા દિવસે શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણનો પ્રારંભ ધીમો થયો છે. હાલ જે સ્થિતિ છે તે જોતા આગામી સોમવારથી વધુ હાજરી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.