Get The App

જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા તરફ ફેંકાયું જૂતું, હુમલાખોરે કહ્યું- '₹50 હજારની લાલચ આપી મને તૈયાર કરાયો હતો'

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા તરફ ફેંકાયું જૂતું, હુમલાખોરે કહ્યું- '₹50 હજારની લાલચ આપી મને તૈયાર કરાયો હતો' 1 - image


Junagadh News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર હુમલાનો પ્રયાસ થતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી 'ખેડૂત સન્માન સભા'માં એક શખસે ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસે જે શખસને પકડ્યો છે, તેણે કરેલા ખુલાસાએ પોલીસ અને રાજકીય આલમમાં દોડધામ મચાવી દીધી છે.

₹50 હજારની સોપારી અને 'સાહેબ'નું રહસ્ય 

ઝડપાયેલા શખસની ઓળખ શબીર મીર પરમાર તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં શબીરે કબૂલાત કરી છે કે તેને આ કૃત્ય કરવા માટે લાલચ આપવામાં આવી હતી. શબીરના જણાવ્યા અનુસાર, "ભંડુરી રામજીભાઈનો દીકરો મીત, ભરતભાઈ અને પોતાની ઓળખ 'સાહેબ' તરીકે આપનાર એક વ્યક્તિએ મને આ કામ સોંપ્યું હતું. તેમણે મને ગોપાલ ઈટાલિયા પર જૂતું મારવાના બદલામાં 50 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી અને અડધા પૈસા એડવાન્સ આપવાની વાત પણ કરી હતી."

સભામાં મચી ગઈ અફરાતફરી ઘટના 16મી જાન્યુઆરીની રાત્રે બની હતી. ગોપાલ ઈટાલિયા જ્યારે મંચ પરથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક પ્રેક્ષકોમાંથી શબીરે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, સતર્ક પોલીસ અને 'આપ'ના કાર્યકર્તાઓએ હુમલો થાય તે પહેલા જ તેને દબોચી લીધો હતો. સદનસીબે ઈટાલિયાને કોઈ ઈજા થઈ નથી.

લોકશાહી પર હુમલો:

'આપ'નો આક્રોશ ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના અગાઉ જામનગરમાં પણ બની ચૂકી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, "વિરોધ પક્ષો લોકશાહીના મૂલ્યો ભૂલી ગયા છે. ભાડૂતી માણસો મોકલીને લોકપ્રિય નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

હાલમાં પોલીસ આ 'સાહેબ' કોણ છે અને તેની પાછળ કોનું ભેજું છે, તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના અગાઉ જામનગરમાં પણ બની હતી. માળિયા હાટીનામાં થયેલા આ હુમલાને લઈને 'આપ' ના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે વિરોધ પક્ષો દ્વારા જાણીજોઈને ભાડૂતી માણસો મોકલીને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.