Get The App

LICની જીવન સરલ પોલિસિમાં સિનિયર સિટીઝન્સ છેતરાયા....?

કર્ણાટક હાઇકોર્ટે LICના અભિગમની ઝાટકણી કાઢી

Updated: Oct 19th, 2018

GS TEAM

Google News
Google News

વડોદરા,તા.19 ઓક્ટોબર,શુક્રવાર

એલ.આઇ.સી. દ્વારા જીવન સરલ વીમા પોલિસિમાં પોલિસિ ધારકે રોકાણ કરેલા નામાં પુરેપુરા પરત નહીં આપી તેમાં ૩૦ થી ૩૫ ટકા રકમ કાપી લેવામાં આવતા સિનિયર સિટીઝન્સ છેતરાઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.એલઆઇસીની જીવન સરલ વીમા પોલિસિ એક યુલીપ પોલિસિ જેમાં બજારને આધીન જોખમો સામેલ હોય છે. એલઆઇસી દ્વારા આ બાબતો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો નહતો જેથી પાકતી મુદતે મળવાપાત્ર ચોકકસ રકમ અને મૃત્યુ બાદ ચોકકસ રકમની ખાત્રી અંગે વિવાદ સર્જાયો છે.

કેટલાક અધકારીઓ ખોટું અર્થઘટન કરી પાકતી મુદતી પોલિસિ ધારકને વ્યકિત જીવતો હોય તો ૩૦ થી ૩૫ ટકા રકમ કપાત કરીને રકમ ચૂકવવાની શરુઆત કરી છે જેથી દેશના અનેક પોલિસિ ધારકો ખાસ કરીને સિનિયર સિટિઝનને એલઆઇસીએ છેતર્યા હોવાનો અનુભવ થયો છે.

આ અંગે કેટલાક સિનિયર સિટીઝન્સ દ્વારા હૈદરાબાદ અને કોચીની ઇન્સ્યુરન્સ એમ્બ્યુસ્ટમેન્ટમાં એલઆઇસી વિરૃધ્ધ ફરિયાદ કરી હતી જે અંગે પોલીસી ધારકોને પુરી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો જે સામે એલઆઇસી કર્ણાટક હાઇકોર્ટમાં અરજ કરી જેમાં પણ એલઆઇસી વિરૃધ્ધ ચૂકાદો આપી દંડ ફટકાર્યો હતો.

કર્ણાટક હાઇકોર્ટ તેના ચૂકાદામાં નોંધ કરી હતી કે, એલઆઇસીની જીવન સરલ પોલિસિના સર્ટિફિકેટ પર ફકત ચોકકસ રકમ લખવામાં આવી છે, નહી કે મૃત્યુ બાદ ચોકકસ રકમની ખાત્રી.

આ હુકમ બાદ ઇરડાએ દરમ્યાનગીરી કરી એલઆઇસીને તા.૫-૧૦-૨૦૧૮ પહેલા આ વિષે ચોખવટ કરવા નોટિસ જારી કરી હતી. જે સામે એલઆઇસીએ (૧) પોલીસી પ્રપોઝલમાં ઉચ્ચ વળતર જ જણાવવામાં આવ્યું છે અને હયાતીમાં ઓછી પાકતી મુદતની રકમની ચોખવટ કરવામાં આવી નથી. (૨) પાકતી મુદતના ફાયદા પોલીસી બોન્ડ પર છાપ્યા નથી (૩) એલઆઇસીના એજન્ટો અધિકારીને પોલીસીની સંપૂર્ણ માહિતી નથી કે પાકતી મુદતની રકમ ચૂકવેલી પ્રિમીયમની રકમથી ઓછી હોઇ શકે છે. (૪) સંભવીત ગ્રાહકોને એ બાબતની જાણ પોલીસી વેચાણ સમયે કરવામાં આવી નહતી કે પોલીસી હેઠળ મૃત્યુ બાદના સંજોગોમાં ઉચ્ચ વળતર મળનાર છે કે નહીં કે પછી અન્ય સંજોગોમાં જયારે વધુ વયની ઉંમરવાળા પોલીસી ધારકોને નકારાત્મક વળતર મળી શકે છે.

ઇરડાએ ગત ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ એલઆઇસીને આ અંગે ઠપકો આપતો પત્ર લખી સિનિયર સિટિઝન્સને ૩૦ થી ૩૫ ટકા ઓછી રકમ ચૂકવવામાં આવે છે તેની ગંભીર નોંધ લેવામાં આવે છે તેમ જણાવ્યુ હતુ ત્યારબાદ આખરે એલઆઇસી એ દેશની તમામ કચેરીને જીવન સરલ પોલીસીના ગ્રાહકોને પાકતી મુદતની ચોકકસ કમની જાણકારી આપવાની રહેશે તે અંગેનું ફોર્મ પણ બહાર પાડવામાં આવે તેમજ અસલ પોલીસી બોન્ડ ઉપર આ અંગેનું સ્ટીકર ચોંટાડવાનું રહેશે  તે પ્રમાણેની પ્રક્રિયા કરવા સૂચના આપી છે.


કોઇપણ કપાત વગર ૩ વર્ષે પોલીસી સરન્ડર કરો


એલઆઇસી દ્વારા જયારે જીવન સરલ પોલિસિ જાહેર કરી ત્યારે અધિકારી ગોરખનાથ અગ્રવાલે દેશ ભરમાં અધિકારીઓ અને એજન્ટો સાથે બેઠક યોજી હતી જેમાં જીવન સરલ પોલિસિના પ્રચારના મહત્વના મુદ્દા રજુ કર્યા હતે તે નીચે પ્રમાણે છે.

કોઇપણ કપાત વગર ૩ વર્ષ બાદ પોલિસિ સરન્ડર કરો.

નામ પ્રમાણે પોલીસી સરળ છે.

સારૃ વળતર, ઉંચુ વળતર, સારુ રોકાણ અને ખાનગી રોકાણ કરતા ઘણું સારુ વ્યાજ વાર્ષિક ૯ ટકા જેટલું મળસે.


Tags :