Gujarat

વડોદરા કોર્પોરેશનની બોગસ FIRE NOC ની તપાસમાં પોલીસની ઢીલથી ગુનેગારને ફાવટ

By GS TEAM
26 Jun 20251 min read
વડોદરા કોર્પોરેશનની બોગસ FIRE NOC ની તપાસમાં પોલીસની ઢીલથી ગુનેગારને ફાવટ


વડોદરાઃ કોર્પોરેશનના બોગસ બર્થ સર્ટિફિકેટ બાદ બોગસ ફાયર એનઓસીના બહાર આવેલા કૌભાંડમાં પોલીસની તપાસમાં ઢીલને કારણે આરોપીઓને ફાયદો થઇ રહ્યો છે.

કોર્પોરેશન દ્વારા ઇન્સ્પેક્શનક કર્યા બાદ ફી લઇને ફાયર એનઓસી આપવામાં આવતી હોય છે.જેમાં વાઘોડિયારોડના અર્શ કોમ્પ્લેક્સની બોગસ ફાયર એનઓસી પકડાતાં ફાયર બ્રિગેડ દ્વારા બીજી બિલ્ડિંગોની એનઓસી તપાસમાં આવી રહી છે.

આ પ્રકરણ અંગે કોર્પોરેશને રાવપુરા પોલીસને ફરિયાદ આપવામાં આવી હોવા છતાં હજી ગુનો નોંધવામાં આવ્યો નથી કે આરોપી પણ પકડવામાં આવ્યા નથી.જેને કારણે આવા ષડયંત્રકારીઓને મોજ પડી જતી હોય છે.

બીજીતરફ વાઘોડિયારોડ જેવી જ બોગસ ફાયર એનઓસી હરણી વિસ્તારની મહાલક્ષ્મી બિલ્ડિંગની મળી આવી છે.જેમાં જાવક નંબર મેચ થતો નથી અને ૪૦ હજારની લાગત ભરપાઇ કર્યાનો ઉલ્લેખ છે.આ એનઓસીમાં પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટની સહી છે.પરંતુ નામ પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર નીકુંજ આઝાદનું છે.જેથી ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં તેની તપાસમાં કોઇ જ વિગતો  બહાર આવી નથી.