પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો
Banaskantha News : રાજ્યમાં બે દિવસ પહેલા ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક સહિત 4 જેટલાં લોકોને અડફેટે લેતાં 2 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હવે આજે (19 જુલાઈ) બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક પોલીસ પુત્રએ અકસ્મતા સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસની નેમપ્લેટ વાળી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. અકસ્માત કરનારા પોલીસ પુત્ર દારુના નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના માલણ રોડ પર વાસડા ગામ નજીક સાહિલ મુડેઠીયા નામના પોલીસ પુત્રએ અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, સાહિલ નશાના હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ કારમાં સવાર પોલીસ પુત્રના મિત્રએ પણ બંનેએ નશો કર્યો હોવાનું કબૂલ્યું હતું.
આ પણ વાંચો: આણંદના તારાપુર-ધર્મજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર બે યુવાનોના કરૂણ મોત
જ્યારે પોલીસના નેમપ્લેટ વાળી કારમાંથી બીયરના ટીન પણ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.